સહર્ષ જણાવવાનું કે આપણા સમાજના પરિવારજનો માટે ગરબે ઘૂમી જમીને આરાધ્ય દેવી માં જગદંબાને ખુશ કરવા નવલી નવરાત્રીમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે. ગત નવરાત્રીના રાસ ગરબા કાર્યક્રમને આપ સહુ પરિવારજનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ખૂબજ સફળ બનાવ્યો હતો તેવી જ રીતે ચાલો થઈ જાઓ તૈયાર અને આ કાર્યક્રમને પણ સફળ બનાવવામાં સહભાગી બનીએ.
સભ્યશ્રીઓના પરિવારજનો માટે વ્યક્તિદીઠ પાસના રૂ. ૨૦૦/- અને ગેસ્ટ પાસના રૂ. ૩૦૦/- આપવાના રહેશે.
પ્રવેશ પાસ તા. ૧૩-૧૦-૨૦૨૬ સુધીમાં ઓનલાઈન વિગત ભરી પેમેન્ટ કરી મેળવી લેવા.
તા. ૧૩-૧૦-૨૦૨૬ પછી સભ્યશ્રી માટે પાસ દીઠ રૂ. ૩૦૦/- તથા ગેસ્ટ પાસ દીઠ રૂ. ૪૦૦/- લેવામાં આવશે.
સ્થળ પર પણ ઓનલાઈન પાસ ની જ વ્યવસ્થા છે. ઓફલાઈન કે કેશ થી પાસ લઇ શકાશે નહિ.
ગરબા દરમિયાન ભોજનની વ્યવસ્થા રાખેલ છે.
વાર્ષિક/રી-ન્યુઅલ ફી ભરેલ હશે તેને જ પાસ મળશે. એક સભ્યને વધુમાં વધુ ૨ ગેસ્ટ પાસ મળશે.
રાસ ગરબામાં ભાગ લેવા માટે ટ્રેડીશનલ ડ્રેસ ફરજિયાત છે.
ગરબામાં શરૂઆતથી અંત સુધી ભાગ લેનારને ટ્રેડીશનલ ડ્રેસ, સંપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ અને સારા પરફોર્મન્સને આધારે ઇનામ આપવામાં આવશે. જેમાં નીચે પ્રમાણે ગ્રુપ રાખવામાં આવેલ છે:
(૧) ૫ થી ૧૫ વર્ષ
(૨) ૧૬ થી ૩૦ વર્ષ
(૩) ૩૧ વર્ષથી ઉપર
(૪) બેસ્ટ ડ્રેસ